પ્રવૃત્તિઓ

શિક્ષણ વિમર્શ - ૨૦૨૫

        ‘ગુજરાતી કેળવણી પરિષદ’, અમદાવાદ તેમજ ‘ગુજરાતી કેળવણી પરિષદ’, જામનગર કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે ‘શ્રી કસ્તુરબા સ્ત્રી કેળવણી મંડળ’, જામનગર દ્વારા આયોજિત એક દિવસીય ‘શિક્ષણ વિમર્શ’ કાર્યક્રમ યોજાયો જેમાં આશરે ૨૩૦થી વધુ શિક્ષકોએ ભાગ લીધો. એક દિવસીય આ કાર્યક્રમમાં કૂલ ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું.

વધુ માહિતી માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
શિક્ષણ પર્વ

શિક્ષણ પર્વ

નવા અને આકર્ષક શિક્ષણ પર્વમાં આપનું સ્વાગત છે! ગુજરાતભરના 200 થી 250 જેટલા શિક્ષકો, આચાર્યો, સંચાલકો, શિક્ષણપ્રેમીઓ ભાગીદાર બને છે. કુલ અઢી દિવસનો કાર્યક્રમ હોય છે. પાંચ બેઠક ગોઠવાય છે. તેમાં વક્તવ્યની બેઠકો થાય છે. સંચાલન ભાગીદારીથી થાય છે. રાત્રે પસંદગી પૂર્વકનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. શિક્ષણ, શિક્ષક, વાલી, માતૃભાષા, શિક્ષણ ના ઉદ્દેશ કેળવણીની મૂળભૂત આધારશીલાઓ વિશે ચિંતન- મનન થાય છે. ભોજન - નિવાસની વ્યવસ્થા યજમાન સંસ્થા તરફથી થાય છે. ગુજરાતી કેળવણી પરિષદના સભ્યોને ભાગીદાર બનવા પ્રથમ પસંદગી અપાય છે.

In the Cloud

શિક્ષણ વિમર્શ

શિક્ષણ વિમર્શ કાર્યક્રમ ગુજરાત કેળવણી પરિષદના જે તે વિસ્તારના કેન્દ્ર દ્વારા ગોઠવાય છે. કાર્યક્રમ બે દિવસનો હોય છે. વક્તવ્યના વિષયો કેળવણીના તત્વોને વ્યવહારમાં કેમ મૂકવાં, વર્ગશિક્ષણ ઉત્તમ અને ઉમદા કેમ બનાવવું તેની તજજ્ઞો દ્વારા છણાવટ થાય છે. ચારથી પાંચ બેઠક થાય છે. ગુજરાતી કેળવણી પરિષદના જે તે કેન્દ્ર સભ્યો મુખ્યત્વે ભાગીદાર બને છે. તમામ કેન્દ્રોમાંથી 7 થી 12 પ્રતિનિધિઓ ભાગીદાર બને છે. ભોજન - નિવાસની વ્યવસ્થા યજમાન સંસ્થા તરફથી કરવામાં આવે છે.



નિષ્ઠા વૃદ્ધિ

નિષ્ઠા વૃદ્ધિ કાર્યક્રમ

આ કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદ કે કેન્દ્રો દ્વારા પ્રાસંગિક યોજાતો હોય છે. એક દિવસનો કાર્યક્રમ હોય છે. કાર્યક્રમમાં 30 થી 100 સભ્યો ભાગીદાર બને છે. જેમને ઊંડાણ દ્વારા કાઇંક સમજવું છે તે આમાં ભાગીદાર બને છે. શાળા - મહાશાળા તજજ્ઞોને નિમંત્રીને આ કાર્યક્રમ ગોઠવે છે. કોઈ વાર એક કે બે મુદ્દા ઉપર આખો દિવસ ચર્ચા - વક્તવ્ય - વિચારણા થાય છે.





ચિંતન શિબિર

ચિંતન શિબિર

આનું આયોજન ગુજરાતી કેળવણી પરિષદ કરે છે. તેમાં વ્યાખ્યાન નહિ પણ સંવાદ હોય છે. પ્રશ્નથી પરિપક્વતાની યાત્રા થાય તેવો ખ્યાલ છે. સંખ્યા 40 થી 60 જેટલી હોય છે. કાર્યક્રમ સામાન્યપણે બે દિવસનો હોય છે. પ્રબુદ્ધ વિચારકો પ્રશ્નોત્તરી, અભિપ્રાય આકલન કરીને વાત - વિચારને આગળ વધારે છે. ચિંતન શિબિરમાં વિચારણા ગંભીર રીતે ચાલે તેવી અપેક્ષા હોય છે. વિચારણા ઊંડાણપૂર્વક થાય છે.



વાલી દર્પણ

વાલી દર્પણ

વાલી જાગૃતિ અને ભાગીદારીનો આ કાર્યક્રમ જે તે કેન્દ્રના કે સંસ્થાના નિમંત્રણથી ગોઠવાય છે. તેમાં 50 થી 250 સુધીના વાલીઓ ભાગીદાર બને છે. શ્રી બકુલભાઈ પટેલ 100 પ્રશ્નોની "વાલિદર્પણ" પ્રશ્નોત્તરી ભરાવે છે અને પછી તે પ્રશ્નો વિશે નિખાલસ છણાવટ કરે છે. તેમાં વક્તવ્ય કરતા પ્રશ્નોત્તરી ઉપર વધુ ભાર હોય છે. બકુલભાઈ પ્રશ્નો પૂછે છે તેમજ વાલીઓ પણ તેમને પ્રશ્નો પૂછે છે. કાર્યક્રમનો સમય ત્રણ થી પાંચ કલાકનો હોય છે. કાર્યક્રમ વાલીઓ અને ગોઠવનાર સંસ્થાની અનુકૂળતા મુજબ દિવસના કોઈ પણ ભાગમાં ગોઠવી શકાય છે.

In the Cloud

કેળવણી પથના દીવા

ગુજરાતી કેળવણી પરિષદની સ્થાપના ઈ. સ. ૧૯૧૫માં સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતમાં શિક્ષણનું નવું અને નરવું સ્વરૂપ પ્રગટાવવા માટે કરી હતી. 'કેળવણી ભારતીય સમાજના ઉત્થાનને ઉપયોગી અને માનવઘડતર કરનારી હોવી જોઈએ' એ વિચાર-બીજ એના પાયામાં રહેલું છે.





ફોન +91.07.57412541 અથવા અમને ઇમેઇલ કરો gkp.ahd@gmail.com

જો તમે શિક્ષક / શિક્ષકા છો અને કંઈક નવું શીખવા માટે રસ ધરાવો છો, અમે તમને આગામી પ્રોગ્રામ માટે જાણ કરીશું

શિક્ષણપર્વ - ૨૦૨૪

ગુજરાતી કેળવણી પરિષદ, અમદાવાદ અને રાજસૌભાગ આશ્રમ,સાયલા ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫ થી ૧૭ નવેમ્બરના રોજ ત્રણ દિવસના શિક્ષણપર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી વેકેશનના છેલ્લા દિવસોમાં યોજાયેલા આ પર્વમાં ગુજરાતભરમાંથી ૨૧૫ જેટલા શિક્ષકો,ટ્રસ્ટીઓ,સંસ્થા-સંચાલકો અને કેળવણીપ્રેમીઓ હાજર રહ્યા હતા તે અત્યંત આનંદદાયક છે.

વધુ માહિતી માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
કૉપિરાઇટ્સ © ૨૦૨૪ ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા સર્વાધિકાર આરક્ષિત.