ગુજરાતી કેળવણી પરિષદ | Gujarati Kelvani Parisad

ટ્રસ્ટી મંડળ

Responsive Design

1915માં સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા સ્થાપિત ગુજરાતી કેળવણી પરિષદ, શિક્ષણના ઉચ્ચ માપદંડો અને સમાજ ઉત્થાન માટે કાર્યરત છે. આ પરિષદના ટ્રસ્ટીઓમાં શિક્ષણવિદ્ અને સમાજસેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પ્રમુખ મનસુખભાઈ સલ્લા અને શ્રી અતુલભાઈ પંડ્યા સહિતના ટ્રસ્ટીઓ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. આ પરિષદના મિશનને આ લોકોના નેતૃત્વમાં શિક્ષકોની કેળવણી દ્વારા સમગ્ર સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આપનો પ્રતિભાવ અહીં આપો !

અમારી વેબસાઈટની મુલાકાત માટે તમારો આભાર! અમે હંમેશાં શીખવાનું અને સુધારવાનું માનીયે છીએ. જો તમારી પાસે અમારો મિશન, પ્રવૃત્તિઓ અથવા વેબસાઈટ માટે કોઈ સૂચન છે, તો કૃપા કરીને અમને ઇમેઇલ દ્વારા જણાવો. આપના મૂલ્યવાન સૂચનો દ્વારા અમે વધુ સારું કાર્ય કરી શકીએ અને શિક્ષણના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકીએ.

ઇમેઇલ
Team Member પ્રમુખ શ્રી

શ્રી મનસુખભાઈ સલ્લા

લોકભારતી સણોસરાના ભૂતપૂર્વ આચાર્ય, ગુજરાતી કેળવણી પરિષદ સાથે 2006થી સંલગ્ન. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે લેખન અને વક્તવ્યો દ્વારા પ્રદાન. બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન. ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ તરીકે મુખ્ય સંકલનસુત્ર.

Team Member ઉપપ્રમુખ શ્રી

શ્રી ચંદ્રકાન્તભાઈ વ્યાસ

રાજસોભાગ આશ્રમ, સાયલા, દ્વારા સંચાલિત 'પ્રેમની પરબના' નિયામક. ૧૩૦ પ્રાથમિક શાળાઓમાં નમૂનેદાર ગુણાત્મક પરિવર્તન લાવનાર. આખું જીવન શિક્ષણમાં વિતાવનાર. કેળવણી પરિષદના સંચાલનમાં સક્રિય.

Team Member મંત્રી શ્રી

શ્રી અતુલભાઈ પંડ્યા

નહેરુ ફાઉન્ડેશનના પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક. ગ્રામ-શિક્ષણનો ઊંડો અનુભવ. શિક્ષણના તાત્ત્વિક પાસાંઓની ઊંડી સમજ. હાલ સાબરમતીના ગાંધી આશ્રમના નિયામક.

Team Member ટ્રસ્ટી શ્રી

શ્રી રતિલાલ બોરીસાગર

ઉત્તમ શિક્ષક. ગુજરાતીના અગ્રણી હાસ્ય લેખક. પાઠય-પુસ્તક મંડળના ઉપનિયામક તરીકેની કામગીરી કરી. તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન. શિક્ષણક્ષેત્રમાં ઊંડી નિસ્બત અને સમજણ. વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રેરણારૂપ.

Team Member ખજાનચી શ્રી

શ્રી રમેશભાઈ વિરગામી

લોકશાળા મણાર ના વિદ્યાર્થીવત્સલ ગૃહપતિ અને ઉત્તમ શિક્ષક. બુનિયાદી તાલીમમાં પૂરી શ્રદ્ધા. વાર્તાકથન અને બાળનાટકમાં અભિનયની સૂઝ. કેળવણી પરિષદમાં પૂરા સક્રિય, કોષાધ્યક્ષ.

કૉપિરાઇટ્સ © ૨૦૨૪ ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા સર્વાધિકાર આરક્ષિત.