મહત્ત્વપૂર્ણ તબક્કાઓ

૧૯૧૫

ગુજરાતી કેળવણી પરિષદની સ્થાપના ઈ. સ. ૧૯૧૫માં સ્વાતંત્ર્ય સેનાની
સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતમાં શિક્ષણનું નવું અને નરવું સ્વરૂપ પ્રગટાવવા માટે કરી હતી. 'કેળવણી ભારતીય સમાજના ઉત્થાનને ઉપયોગી અને માનવઘડતર કરનારી હોવી જોઈએ ' એ વિચાર-બીજ એના પાયામાં રહેલું છે.

૧૯૧૫ થી ૧૯૯૫

વીસમી સદીના આઠમા દાયકામાં શ્રી ઉમાશંકર જોશી, શ્રી યશવંત શુક્લ, શ્રી એચ. એમ. પટેલ, શ્રી વિમલા તાઈ વગેરેના માર્ગદર્શનમાં કેળવણી પરિષદનો નવો અવતાર થયો વ્યાખ્યાનો, સંમેલનો, પરિસંવાદો દ્વારા વિચાર જાગૃતિનું કામ થયું.

૨૦૦૦

શ્રી અરવિંદભાઈ દેસાઈ, શ્રી જયંત પંડ્યા, શ્રી ગુલાબભાઇ જાની, શ્રી મદનમોહન વૈષ્ણવ, શ્રી ગોવિંદભાઇ રાવળ વગેરેએ કેળવણી પરિષદને ગતિશીલ રાખવામાં યોગદાન આપ્યું.

૨૦૦૬

૨૦૦૬માં ગુજરાતમાં કેળવણીના પ્રશ્નો અંગે નિસ્બત ધરાવતા શિક્ષણપ્રેમીઓની હાજરીમાં કેળવણી પરિષદને ફરી સક્રિય કરવામાં આવી. ત્યારથી મનસુખભાઇ સલ્લા પરિષદમાં સક્રિય બન્યા.

૨૦૧૧

૨૦૧૧ માં પૂ. મોરારીબાપુના સાંનિધ્યમાં કૈલાસ ગુરુકુળ મહુવામાં ૬૦ જેટલા શિક્ષણપ્રેમીઓની વિચારગોષ્ઠિ યોજાઈ. તેમાં કાર્યદિશા અને સ્વરૂપ સ્પષ્ટ થયાં.

૨૦૧૨

શ્રી મનસુખભાઈ સાલ્લાએ ગુજરાતી કેળવણી પરિષદનું પ્રમુખપદ સંભાળ્યુ.

૨૦૧૪ -૨૦૧૮

શિક્ષણપ્રેમીઓની વિચારગોષ્ઠનાિ અનુસંધાનમાં ૨૦૧૪ અને ૨૦૧૮માં ગુજરાતભરના ૨૦૦ થી વધુ શિક્ષકો, આચાર્યો, સંચાલકો, શિક્ષણપ્રેમીઓનું શિક્ષણપર્વ યોજાયું, હવે તેણે કાયમી સ્વરૂપ ધારણ કર્યું છે. શિક્ષણપર્વ ખૂબ પ્રેરણા, માર્ગદર્શન અને ગતિશીલતા આપે છે.

હાલમાં

ગુજરાતી કેળવણી પરિષદનાં કેન્દ્રો શરુ થયાં એ નોંધપાત્ર વળાંક છે. હાલ સાયલા, સુરત, કચ્છ, જામનગર, મહુવા, સાણંદ, ભાણવડ વિસ્તારમાં સાત કેન્દ્રો દ્વારા લગભગ ૩૦૦ શાળાઓ સુધી કાર્યવ્યાપ થયો છે, દરેક કેન્દ્ર આગવી રીતે પ્રયોગો, પ્રવૃત્તિઓ અને જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યું છે.

૨૦૨૪

બધાં કેન્દ્રોના સંગઠન, ભાતૃત્વ, કાર્યદિશા અને પ્રવૃત્તિ સ્વરૂપ અંગેના સામુહિક અને કેન્દ્રવાર કાર્યક્રમો સુઆયોજિત સ્વરૂપે ચાલી રહ્યા છે.

કૉપિરાઇટ્સ © ૨૦૨૪ ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા સર્વાધિકાર આરક્ષિત.