વિશ્વસ્તરે સ્વસ્થ અને જવાબદાર સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ.
શિક્ષણ પર્વ
ગુજરાતભરના ૨૦૦ જેટલા શિક્ષકો, આચાર્યો, સંચાલકો, શિક્ષણપ્રેમીઓ ભાગીદાર બને છે. કુલ અઢી દિવસનો કાર્યક્રમ હોય છે. પાંચ બેઠક ગોઠવાય છે. સંચાલન ભાગીદારીથી થાય છે. રાત્રે પસંદગી પૂર્વકનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. શિક્ષણ, શિક્ષક, વાલી, માતૃભાષા, શિક્ષણ ના ઉદ્દેશ, કેળવણીની મૂળભૂત આધારશિલાઓ વિશે ચિંતન- મનન થાય છે. ભોજન - નિવાસની વ્યવસ્થા યજમાન સંસ્થા તરફથી થાય છે. ગુજરાતી કેળવણી પરિષદના સભ્યોને ભાગીદાર બનવા માટે પ્રથમ પસંદગી અપાય છે.
શિક્ષણ વિમર્શ
શિક્ષણ વિમર્શ કાર્યક્રમ ગુજરાત કેળવણી પરિષદના જે તે વિસ્તારના કેન્દ્ર દ્વારા ગોઠવાય છે. કાર્યક્રમ બે દિવસનો હોય છે. વક્તવ્યના વિષયો કેળવણીના તત્વોને વ્યવહારમાં કેમ મૂકવાં, વર્ગશિક્ષણ ઉત્તમ અને ઉમદા કેમ બનાવવું તેની તજજ્ઞો દ્વારા છણાવટ થાય છે. ચારથી પાંચ બેઠક થાય છે. ગુજરાતી કેળવણી પરિષદના જે તે કેન્દ્ર સભ્યો મુખ્યત્વે ભાગીદાર બને છે. તમામ કેન્દ્રોમાંથી પ્રતિનિધિઓ ભાગીદાર બને છે. ભોજન - નિવાસની વ્યવસ્થા યજમાન સંસ્થા તરફથી કરવામાં આવે છે.
નિષ્ઠા વૃદ્ધિ કાર્યક્રમ
આ કાર્યક્રમ ગુજરાતી કેળવણી પરિષદ કે કેન્દ્રો દ્વારા પ્રાસંગિક યોજાતો હોય છે. એક દિવસનો કાર્યક્રમ હોય છે. કાર્યક્રમમાં ૩૦ થી ૪૦ સભ્યો ભાગીદાર બને છે. જેમને ઊંડાણ દ્વારા કાઇંક સમજવું છે તે આમાં ભાગીદાર બને છે. શાળા - મહાશાળા તજજ્ઞોને નિમંત્રીને આ કાર્યક્રમ ગોઠવાય છે. કોઈ વાર એક કે બે મુદ્દા ઉપર આખો દિવસ ચર્ચા - વક્તવ્ય - વિચારણા થાય છે.
ચિંતન શિબિર
આનું આયોજન ગુજરાતી કેળવણી પરિષદ કરે છે. તેમાં વ્યાખ્યાન નહિ પણ સંવાદ હોય છે. પ્રશ્નથી પરિપક્વતાની યાત્રા થાય તેવો ખ્યાલ છે. સંખ્યા ૪૦ થી ૬૦ જેટલી હોય છે. કાર્યક્રમ સામાન્યપણે બે દિવસનો હોય છે. પ્રબુદ્ધ વિચારકો પ્રશ્નોત્તરી, અભિપ્રાય આકલન કરીને વાત - વિચારને આગળ વધારે છે. ચિંતન શિબિરમાં વિચારણા ગંભીર રીતે ચાલે તેવી અપેક્ષા હોય છે. વિચારણા ઊંડાણપૂર્વક થાય છે.
વાલી દર્પણ
વાલી જાગૃતિ અને ભાગીદારીનો આ કાર્યક્રમ જે તે કેન્દ્રના કે સંસ્થાના નિમંત્રણથી ગોઠવાય છે. તેમાં ૫૦ થી ૨૫૦ સુધીના વાલીઓ ભાગીદાર બને છે. શ્રી બકુલભાઈ પટેલ ૧૦૦ પ્રશ્નોની "વાલીદર્પણ" પ્રશ્નોત્તરી ભરાવે છે અને પછી તે પ્રશ્નો વિશે નિખાલસ છણાવટ કરે છે. તેમાં વક્તવ્ય કરતા પ્રશ્નોત્તરી ઉપર વધુ ભાર હોય છે. બકુલભાઈ પ્રશ્નો પૂછે છે તેમજ વાલીઓ પણ તેમને પ્રશ્નો પૂછે છે. કાર્યક્રમનો સમય ત્રણ થી પાંચ કલાકનો હોય છે. કાર્યક્રમ વાલીઓ અને ગોઠવનાર સંસ્થાની અનુકૂળતા મુજબ દિવસના કોઈ પણ ભાગમાં ગોઠવી શકાય છે.
કેળવણી પથના દીવા
"કેળવણીપથના દીવા" કાર્યક્રમનો હેતુ એ છે કે પ્રયોગશીલ અને મૌલિક રીતે કાર્યરત શિક્ષકોની કામગીરી, મહેનત, અને સફળતા અન્ય શિક્ષકો સુધી પહોંચે. આ માટે પ્રશ્નોત્તરી દ્વારા તેમના કાર્યનું વિડિયો દસ્તાવેજીકરણ કરવામાં આવે છે, જેથી પ્રયોગશીલ શિક્ષકો અન્ય શિક્ષકો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે. આજે, જ્યારે નિરાશાનો માહોલ વ્યાપક છે, ત્યારે આવા ઉદારહણ આપનાર શિક્ષકો આશાનું દીવડું બની રહ્યા છે. આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર લાવી, શિક્ષકોને તેમના શૈક્ષણિક પ્રયોગોને વધુ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
અવતરણ
સર્વની સર્વતોમુખી મુક્તિ એટલે વિદ્યા. કેળવણીનો મુખ્ય વિષય ચરિત્ર હોવો જોઈએ. આજની કેળવણી માત્ર મુત્સદી વર્ગ પેદા કરે છે. કેળવણી સુશિક્ષિત,પીઢ અને નીતિમાન શિક્ષકો મારફત આપવામાં આવે તો ઘણાં મહત્ત્વનાં પરિણામો મેળવી શકીએ. કેળવણીને સારા પાયા ઉપર મૂકવા ધનનું, મનનું,તનનું, અને આત્માનું અર્પણ થવું જોઈએ. વિદ્યાદાન એ માનવ ધર્મ છે. જેને આચારવો હોય તે આચરી શકે.